12 February 2024

ક્યા રંગ ક્રાંતિનો અર્થ શું થાય છે?

Pic credit - Freepik

પર્પલ ક્રાંતિ એ લવંડરની ખેતીનો ઉલ્લેખ કરે છે. જેનો ઉદ્દેશ્ય સ્વદેશી સુગંધિત પાકને પ્રોત્સાહન આપવાનો છે

પર્પલ ક્રાંતિ

ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી. તેનો ઉદ્દેશ્ય દેશને ખાદ્ય સુરક્ષામાં આત્મનિર્ભર બનાવવાનો હતો.

ગ્રીન રિવોલ્યુશન

શ્વેત ક્રાંતિ દૂધ સાથે સંબંધિત છે. તેની શરૂઆત 1970માં થઈ હતી અને તેનો ઉદ્દેશ્ય ભારતમાં દૂધની અછતને દૂર કરવાનો હતો.

શ્વેત ક્રાંતિ

ખાદ્ય તેલ, ખાસ કરીને સરસવ અને તલના બીજનું ઉત્પાદન વધારવા માટે 1986-1987માં પીળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી.

પીળી ક્રાંતિ

ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન ભારતમાં શણના ઉત્પાદન સાથે સંબંધિત છે. જે 1990ના દાયકામાં શરૂ થયું હતું. જ્યુટને 'ગોલ્ડન ફાઇબર' કહેવામાં આવે છે.

ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન

બ્લુ રિવોલ્યુશન સમુદ્ર અને કિનારાને લગતી આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે. તે મત્સ્યોદ્યોગના વિકાસ અને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

બ્લુ રિવોલ્યુશન

ગ્રે રિવોલ્યુશન ખાતરનો ઉપયોગ કરવાની ટકાઉ પદ્ધતિઓના વિકાસ સાથે સંબંધિત છે.

ગ્રે રિવોલ્યુશન

સિલ્વર રિવોલ્યુશનમાં કપાસનું ઉત્પાદન વધારવા માટે પગલાં લેવામાં આવ્યા હતા તેની જોડાયેલી છે. 

સિલ્વર રિવોલ્યુશન