મિત્ર કેવો હોવો જોઈએ, ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું

23   March, 2024 

બિઝનેસમેન અને અગ્રણી એવા ગોવિંદ ધોળકિયાએ મિત્રતા અંગે લોકોને કેટલીક વાત કહી.

તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. તેમનું ડાયમંડ પુસ્તક ખૂબ ચર્ચામાં છે.

તેમણે એક કાર્યક્રમમાં મિત્રતા અંગે મહત્વની વાત લોકોને કહી હતી.

આ વાતમાં તેમણે લોકોને જણાવ્યું કે મિત્ર કેવો રાખવો.

તેમણે સૌ પ્રથમ તો કહ્યું કે મિત્ર એવો રાખવો કે જે ઢાલ સરીખો હોય "જે દુખમાં આગળ અને સુખમાં પાછળ હોય"

લડાઈ થાય ત્યારે એ ઢાલ હમેંશા આગળ આવી જાય અને આપડું દુ:ખ લઈ લે.

તેમણે એમ પણ કહ્યું કે દરેક વાતમાં ખોટું લાગી જાય તેવા મિત્રો બનાવવા નહીં જોઈએ.

ગોવિદ ધોળકિયાએ કહ્યું કે મિત્રને ક્યારેય ખોટું લાગતું નથી.