ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની વિશે જાણો એ વાત જે તમે જાણવા માગો છો
જ્યોર્જિયા મેલોની ઈટાલીની પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ભારે લોકપ્રિયતા મેળવી છે.
મેલોનીનો જન્મ 15 જાન્યુઆરી 1977ના રોજ દક્ષિણ રોમના ગાર્બેટેલામાં થયો હતો. તેણે નાની ઉંમરે જ તેના માતા-પિતાના અલગ થવાનો સામનો કરવો પડ્યો.
મેલોનીનો ઉછેર તેની માતાએ કર્યો હતો. મેલોનીએ ખૂબ જ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
તેણે 2012માં બ્રધર્સ ઓફ ઈટાલી નામની પાર્ટી બનાવી. તે 2014થી પાર્ટીનું નેતૃત્વ કરી રહી છે. તે 2022 માં ઇટાલીના વડા પ્રધાન બન્યા હતા.
ઈટાલીમાં યોજાઈ રહેલી G-7 સમિટ પહેલા મેલોની ફરી એકવાર ચર્ચામાં છે.
મેલોની 1998 થી 2002 સુધી રોમની કાઉન્સિલર હતી. તે પછી એએનની યુવા પાંખ યુથ એક્શનની પ્રમુખ બની.
વર્ષ 2008માં તેમને બર્લુસ્કોની સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2023માં ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં જ્યોર્જિયા મેલોની ચોથા ક્રમે હતી.
મેલોનીએ વર્ષ 2023માં તેની પાર્ટનર એન્ડ્રીયા ગિયામબ્રુનો સાથે બ્રેકઅપ કર્યું હતું.