15 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યાને 56 મિનિટથી સૂર્યનું ધન રાશિમાં ગોચર થવા જઈ રહ્યુ છે,આ ગોચર ઘણુ ખાસ માનવામાં આવી રહ્યુ છે.
સૂર્ય ગ્રહ ઊર્જાનો સ્ત્રોત ગણાય છે. જે નવ ગ્રહોમાં અત્યંત વિશેષ ગણાય છે. સૂર્ય જ્યારે પણ મજબુત થાય છે તો જાતકને કારકિર્દીમાં સફળતા, ધન લાભ અને સુખી જીવનની પ્રાપ્તિ થાય છે.
સૂર્યના આ ગોચરનો પ્રભાવ દેશ દુનિયા પર પણ પડશે અને તમામ રાશીઓના જીવન પર પણ પડશે. તો આવો જાણીએ કે સૂર્યના આ ગોચરથી કઈ રાશીઓને લાભ થવા જઈ રહ્યો છે.
સૂર્ય મેષ રાશિના નવમાં ભાવમાં ગૌચર કરવા જઈ રહ્યો છે. આ ગોચર મેષ રાશિના જાતકો માટે ઘણો અનુકૂળ ગણાઈ રહ્યો છે. આધ્યાત્મિક અને ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે. પાર્ટનર સાથેના સંબંધોમાં પણ સુધાર આવશે.
સૂર્ય સિંહ રાશિના પાંચમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. પરિવારજનો સાથે વધુ સમય ગાળી શકશો. તમામ કાર્યોમાં સફળતા મળશે.સ્વાસ્થ્ય સારુ રહેશે. આ સમય ધન કમાવા માટે સારો ગણાઈ રહ્યો છે.
સૂર્યનો વુશ્ચિક રાશિમાં બીજા ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે. આ સમયમાં આવકમાં વધારો થશે. સારી નોકરી પ્રાપ્ત થશે. આ સમયમાં પરિવારમાંથી મનોબળ પ્રાપ્ત થશે.
સૂર્ય ધન રાશિના લગ્નભાવમાં ગોચર કરશે. સમાજમાં માન સન્માન વધશે. સરકારી કાર્યો તમારા પક્ષમાં રહેશએ. કાર્યક્ષેત્રે પણ તમામ લોકો તમારા કાબેલિયની પ્રશંસા કરશે.
સૂર્યનું ગોચર વૃશભ, મિથુન અને કર્ક રાશિના લોકો માટે અશુભ ગણાઈ રહ્યુ છે. આ સમયમાં કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવાથી બચો. સાથે જ પરિવાર સાથે પણ અણબનાવ થઈ શકે છે.