6-3-2024

તમને વારંવાર માઈગ્રેનની સમસ્યા થાય છે તો આ ટિપ્સ અપનાવો

Pic - Freepik

માથામાં એક તરફ  દુખાવો થાય છે ત્યારે તેને માઈગ્રેન કહેવામાં આવે છે.

અધૂરી ઊંઘના કારણે પણ માઈગ્રેનની સમસ્યા થાય છે. જેથી દરરોજ એક જ સમયે ઊંઘવુ જોઈએ.

માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવા માટે, માથા અથવા ગરદનના ભાગ પર કોલ્ડ કોમ્પ્રેસ લગાવવાથી ફાયદો થશે.

તણાવએ માઈગ્રેનનું સામાન્ય કારણ છે. તણાવના સ્તરને ઘટાડવા અને માઇગ્રેનને રોકવા માટે, તમે ઊંડા શ્વાસ, દવા અથવા યોગ જેવી કસરતોની મદદ લઈ શકો છો.

ખોટી રીતે બેસવાના કારણે પણ માઈગ્રેનની સમયસ્યા સર્જાય છે. જેથી હંમેશા યોગ્ય પોશ્ચરમાં બેસવુ જોઈએ.

વધુ પડતો સ્ક્રીન ટાઈમ, ખાસ કરીને સ્માર્ટફોન અને કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, આંખો પર તાણ લાવી શકે છે. જેના પગલે માઈગ્રેન થાય છે.

 માઈગ્રેનના દુખાવાથી રાહત મેળવવા માટે એક્યુપ્રેશર પણ એક સરળ ઉપાય છે. 

ડિહાઇડ્રેશનના કારણે કેટલાક લોકોમાં માઇગ્રેનની સમસ્યા થાય છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )