17-3-2024

નેઈલ પેઈન્ટ રીમુવ કરવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા

Pic - Freepik

નેઈલ પેઈન્ટ નખ પર લગાવાથી હાથ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ જો રીમુવર ઘરે ના હોય ત્યારે તેને રીમુવ કરવામાં એટલી જ મહેનત થાય છે.

નેઇલ પેઇન્ટને હેન્ડ સેનિટાઇઝરથી પણ દૂર કરી શકાય છે. તેને નખ પર લગાવો અને કોટનથી સાફ કરો.

ટૂથ પેસ્ટમાં એથિલ એસીટેટ હોવાથી તેને નખ પર લગાવી ઘસવાથી રીમુવ થાય છે.

નેઇલ પેઈન્ટ પર હેર સ્પ્રે છંટકાવ કર્યા પછી તરત જ નખને સાફ કરો.

વિનેગર અને લીંબુ દ્વારા પણ તમે નેઇલ પેઇન્ટને રિમૂવર કરી શકો છો.

ગરમ પાણીમાં નખને 10 મિનિટ સુધી રાખો ત્યાર બાદ કોટનથી તેને સાફ કરો.

નેઈલ પેઈન્ટને દૂર કરવા માટે તમે જૂની નેઈલ પેઈન્ટ તેના પર લગાવી તેને કોટનથી સાફ કરો.

નેઈલ પેઈન્ટ રીમુવ કરવા માટે લીંબુના રસમાં બેકિંગ સોડા નાખીને લગાવાથી પણ નખ સાફ કરી શકાય છે.