ભારતમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ પર બોલિવુડના ચારેય ખાન કેમ મૌન? ભડકી ફલક

10 May 2025

Pic credit - instagram

By: Mina Pandya

બિગ બોસ OTT 2 માં જોવા મળેલી અભિનેત્રી ફલક નાઝ, ખુલ્લેઆમ પોતાના મનની વાત કરવા માટે જાણીતી છે. હાલમાં તેણે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે.

Pic credit - instagram

ફલકે ઇન્સ્ટા પર એક વીડિયો શેર કરીને તેના સાથી મુસ્લિમ કલાકારોની ટીકા કરી છે. તેણીએ ભારત-પાકિસ્તાન તણાવ પર તેના મૌનની નીંદા કરી છે.

Pic credit - instagram

ફલક ગુસ્સે કેમ થઈ?

ફલક કહે છે કે તે આ વીડિયો બનાવવા માંગતી નહોતી, પરંતુ તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી નથી. તેની અંદર હાલ ખૂબ આક્રોષ ચાલી રહ્યો છે.

Pic credit - instagram

તે કહે છે- મને મારા સાથી મુસ્લિમ કલાકારો માટે અફસોસ છે જેઓ કંઈ નથી કહી રહ્યા. કદાચ એ ડરથી કે તેમની ટાર્ગેટ ઓડિયન્સ પાકિસ્તાનથી આવે છે. 

Pic credit - instagram

હું વિચારી રહી હતી કે, આપણા હિન્દુ ભાઈ-બહેનો મુસ્લિમો પર કેમ વિશ્વાસ કરી શકતા નથી? મને હમણાં જ જવાબ મળ્યો. કારણ કે જ્યારે આવો માહોલ હોય છે ત્યારે અમારી ઈન્ડસ્ટ્રીમાં રહેલા કેટલાક મુસ્લિમ એક્ટર્સ દેશ વિશે કંઈ જ બોલતા નથી.

Pic credit - instagram

'તો પછી લોકો આપણા પર કેવી રીતે વિશ્વાસ કરશે. તમે મુસ્લિમ હોવાના નારા લગાવો છો. તમે દાવો કરો છો કે આપણાથી મોટો કોઈ મુસ્લિમ નથી.''

Pic credit - instagram

'પરંતુ ઈસ્લામમાં જ કહ્યુ છે પહેલા દેશને પ્રેમ કરો. પછી બીજી બાબતો વિશે વિચારો. તો એ પ્રેમ ક્યાં છે? તે જુસ્સો ક્યાં છે?'

Pic credit - instagram

"તમારે પાકિસ્તાની લોકો પાસેથી શીખવું જોઈએ. તેઓ ખુલીને તેમના દેશનું સમર્થન કરે છે.  જે લોકોએ ભારતમાં આવીને ખ્યાતિ મેળવી તેઓ પણ પાકિસ્તાનના સમર્થનમાં છે. જ્યારે તેમનો દેશ જ આતંકવાદ ફેલાવે છે.  

Pic credit - instagram

'છતાં પણ જો તમારું લોહી કેમ નથી ઉકળતુ? તમે તમારા દેશને કેમ ટેકો નથી આપી રહ્યા? દેશ દરેક રીતે તમારી સાથે છે. આ ખૂબ જ અફસોસની વાત છે.'

Pic credit - instagram

ફલકે કહ્યુ જો તમે આ દેશમાં રહો છો તો ક્યાંક ઉપયોગી બનો, આ પ્લેટફોર્મ પરથી કંઈ બતાવો, તેમણે લોકોને પણ કહ્યુ આ લોકોને ઝલીલ કરો તો કદાચ તેમનુ લોહી ઉકળે. આ દેશનું નમક ખાઈને પણ ચારેય ખાન દેશ માટે કેમ વફાદારી નથી બતાવી રહ્યા

Pic credit - instagram