હવે માર્કેટમાં આવી ગઈ છે હવામાં ઉડતી ટેક્સી

1 July 2025

Pic credit: Joby Aviation

by: Mina Pandya

આવી ગઈ હવામાં ઉડનારી ટેક્સી, 320km/h છે ગતિ, આવતા વર્ષથી શરૂ થઈ જશે સર્વિસ

Pic credit: Joby Aviation

ફ્લાઈંગ ટેક્સીની રેસમાં દુબઈ ઝડપી ગતિથી આગળ વધી રહ્યુ છે. આ શહેરમાં ફ્લાઈંગ ટેક્સીનું ભવિષ્ય હવે દૂર નથી. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે આ એક ટ્રેડમાર્ક સાબિત થશે

Pic credit: Joby Aviation

દુબઈએે તેની પહેલી ઈલેક્ટ્રીક ફ્લાઈંગ ટેક્સીના તમામ ટેસ્ટ પુરા કરી લીધા છે. આ ઍરક્રાફ્ટના આવવાથી પ્રદૂષણ ઓછુ થશે અને લોકોનો સમય પણ બચશે.

Pic credit: Joby Aviation

અત્યાર સુધીમાં આપે માત્ર ફિલ્મોમા જ ફ્લાઈંગ ટેક્સી અને પર્સનલ ઍર વ્હીકલ જોયા હશે, પરંતુ હવે આ હકીકત બનવા જઈ રહ્યુ છે. આ ઍરક્રાફ્ટને જોબી એવિએશન દ્વારા તૈયાર કરાયુ છે. 

Pic credit: Joby Aviation

આ ઍર ટેક્સીને જોબી એવિએશન અને દુબઈ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝે સાથે મળીને તૈયાર કરી છે. જે અર્બન મોબિલિટીને સંપૂર્ણ રીતે બદલી શકે છે. 

Pic credit: Joby Aviation

આ ઍર ટેક્સી 320 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડે છે અને 160 કિલોમીટર સુધીની રેંજ સાથે આવે છે. 

Pic credit: Joby Aviation

જેનાથી 45 મિનિટની સફર આપ માત્ર 12 મિનિટમાં કાપી શકશો. આ ટેસ્ટ એક નિશ્ચિત ડેઝર્ટ સાઈટ પર કરવામાં આવ્યો છે.

Pic credit: Joby Aviation

આ ઍરક્રાફ્ટને શહેરોમાં ઓપરેટ કરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. જે ભીડની સાથે પ્રદૂષણ પર પણ કામ કરવામાં મદદ કરશે.

Pic credit: Joby Aviation

દુબઈ દુનિયાનું પહેલુ શહેર બનવા જઈ રહ્યુ છે જ્યા સંપૂર્ણ રીતે એરિયલ ટેક્સીની સુવિધા ઉપલબ્ધ થશે. તેના માટે એક અલગ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યુ છે. 

Pic credit: Joby Aviation

દુબઈમાં તેનું કોમર્શિયલ ઓપરેશન આવતા વર્ષે એટલે કે 2026 માં શરૂ થઈ થઈ શકે છે. તેનું પહેલુ સ્ટેશન દુબઈ ઍરપોર્ટ પાસે હશે.

Pic credit: Joby Aviation