દરરોજ મેંગો શેક પીવાથી કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે?

02 June 2024

Pic credit - Freepik

ઉનાળામાં મેંગો શેક સૌથી પ્રિય પીણું છે. નાના-મોટા બધા મેંગો શેક પર પહેલી પસંદગી ઉતારે છે.

પ્રિય પીણું

આઇસક્રીમમાં મિક્સ કરીને મેંગો શેક પીવાનો આનંદ અલગ જ છે, કદાચ આ જ કારણ છે કે લોકો દરરોજ તેને પીવે છે.

મેંગો શેક

મેંગો શેક પીવાથી આ સ્વાસ્થ્યને નુકસાન થાય છે

નુકસાન

રોજ મેંગો શેક પીવાથી પેટમાં ગરમી વધી શકે છે. વાસ્તવમાં કેરીની પ્રકૃતિ ગરમ છે. જેના કારણે તે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે.

કેરીની પ્રકૃતિ ગરમ

વધારે શેક પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થાય છે.તેના કારણે બ્લોટિંગ અને ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની પ્રોબ્લેમ થઈ શકે છે.

પાચનતંત્રને નુકસાન

કેરીમાં નેચરલ શુગર જોવા મળે છે. જેના કારણે કેરીનો વધુ પડતો શેક ખાવાથી કે વધુ પડતી કેરી ખાવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા થઈ શકે છે.

નેચરલ શુગર

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ કેરી ખાવાનું ટાળવું જોઈએ.

ડાયાબિટિસ

મેંગો શેકમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. તેમાં શુગર અને ફેટ્સ બંને મળી આવે છે.

શુગર

જો તમે કેરીનો શેક વધારે પીવો છો તો તમારું વજન પણ વધી શકે છે. જો તમે ડાયટિંગ કરતા હોય તો ભૂલથી પણ મેંગો શેક પીવો ન જોઈએ.

ડાયટિંગ