31 January 2025

બટાકાની છાલને ફેકી ન દેતા, આ રીતે કરો તેનો ઉપયોગ

Pic credit - Meta AI

ઘણીવાર લોકો બટાકાની છાલને કચરો સમજીને ફેંકી દે છે, પરંતુ શું તમે જાણો છો કે બટાકાની છાલ ખૂબ કામ આવી શકે છે.

બટાકાની છાલમાં હાજર ફાઈબર, સ્ટાર્ચ અને ઘણા પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ સિવાય બટાકાની છાલનો ઉપયોગ રસોડાના કેટલાક મહત્વપૂર્ણ હેતુઓ માટે પણ થઈ શકે છે, તો ચાલો જાણીએ કે તેનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો.

તમે બટાકાની છાલ વડે વાસણ સાફ કરી શકો છો. આ માટે એક બાઉલમાં છાલ લો.

પછી તેમાં ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, તેમાં કટલરીને 10 મિનિટ માટે છોડી દો, પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો.

કાળી અને બળી ગયેલી કડાઈ સાફ કરવા માટે બટાકાની છાલનો ઉપયોગ કરી શકાય છે.

સૌપ્રથમ બટાકાની છાલમાં મીઠું ભેળવી કડાઈમાં ઘસો. આ પછી કડાઈને ગરમ પાણીથી સાફ કરો અને કડાઈ ધોઈ લો.

બટાકાની છાલને ઘસીને કાચની બારી સાફ કરો તેનાથી કાચ સરસ સાફ થઇ જશે