શું બટાકા ખાવાથી વજન ઘટે છે?

20 July, 2024

મોટાભાગના ઘરોમાં લગભગ દરરોજ બટાકાનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણા લોકો માને છે કે બટાકા ખાવાથી વજન વધે છે. ચાલો જાણીએ હકિકત

જો બટાકાને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચાલો નિષ્ણાતો પાસેથી બટાકા ખાવાની સાચી રીત વિશે જાણીએ.

ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, 'બટાકા ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તળેલા બટેટા ખાવાનું ટાળો.

બટાકામાં ફાઈબર, વિટામિન સી, એ, પોટેશિયમ, બી6, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં હોય છે.

વજન ઘટાડવા માટે બટાકાને બાફીને 6-7 કલાક ઠંડુ થવા દો અને પછી તેનું સેવન કરો. તમે પ્રોટીન સાથે અને નાસ્તા તરીકે બટાટા ખાઈ શકો છો

બટાકામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેને બાફીને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

બટાકામાં ઘણા પોષક તત્વો હોય છે. બાફેલા બટાકા ખાવાથી શરીરને નબળાઈથી બચાવવામાં અને એનર્જી આપવામાં મદદ મળે છે.

બટાકામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. બાફેલા બટાકા ખાવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે, જે વજન ઘટાડવાની સાથે સાથે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.

બટાકામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. બાફેલા બટાકા ખાવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે, જે વજન ઘટાડવાની સાથે સાથે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.