21-4-2024

શું તમે રસોડાની આ વસ્તુઓને કચરો ગણીને ફેંકી દો છો? 

Pic - istock

ઘરમાં રહેલા લીલાછમ છોડ ઘરની સુંદરતામાં વધારો કરે છે.

ઘણા લોકોને વૃક્ષો અને છોડ માટે બહારથી વિવિધ પ્રકારના ખાતર લાવે છે.પરંતુ આજે અમે તમને રસોડાના કચરામાંથી બનેલા કેટલાક ખાતરો વિશે જણાવીશું.

જો તમે રસોડાની આ નકામી વસ્તુઓને છોડમાં ઉમેરશો તો છોડ ઝડપથી વધશે અને લીલા રહેશે.

ઘણીવાર શાકભાજીને છોલી લીધા પછી આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ.

તમે તમારા છોડમાં શાકભાજીની છાલ ઉમેરી શકો છો. આ છાલ વૃક્ષો અને છોડ માટે પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે.

ચા બનાવ્યા પછી તમે બાકીના ચાના કૂચા છોડના મૂળમાં ઉમેરી શકો છો.

ચાની ભૂકી નાખવાથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે અને છોડ ઝડપથી મોટા થાય છે.

ઈંડાના શેલમાં કેલ્શિયમ હોય છે જે વૃક્ષો અને છોડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.તેને પણ છોડના મૂળમાં નાખો.