જી હા, આ સત્ય છે. દુનિયાના આ દેશમાં આજકાલ એક વિચિત્ર ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. જેમાં છોકરીઓ હગ કરી છોકરાઓ પૈસા કમાય છે.
Pic credit - google
અહીં છોકરીઓ તણાવથી મુક્ત થવા માટે યુવક હાયર કરે છે. જેને 'મેન મમ્સ' કહેવાય છે, જે તેમને ગળે લગાવવા માટે ચાર્જ વસૂલ કરે છે.
Pic credit - google
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દેશમાં આવી હગિંગ સર્વિસની ખૂબ માંગ છે અને આ દેશ બીજો કોઈ નહીં પણ ચીન છે.
Pic credit - google
ચીનમાં મહિલાઓ પોતાને સ્ટ્રેસ મુક્ત કરવા યુવક હાયર કરી તેને ભેટે છે. આ અજીબો-ગરીબ ગળે લગાવવાનો કારોબારની અહીં માંગ વધી રહી છે.
Pic credit - google
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, 'મેન મમ્સ' શબ્દનો ઉપયોગ જીમ વાળા મસ્કયુલર છોકરાઓ માટે થાય છે.
Pic credit - google
જ્યારે યુવતીઓ કામના તણાવ, અભ્યાસના બોજ અથવા અન્ય કોઈ વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહી હોય છે, ત્યારે તેઓ તેમને દૂર કરવા માટે 'મેન મમ્સ' હાયર કરે છે.
Pic credit - google
એક હગ માટે, મેન મમ્સ તેમની પાસેથી 20 થી 50 યુઆન (એટલે કે 250 થી 600 રૂપિયા સુધીનો ચાર્જ) લે છે, અને તે હગનો સમય સામાન્ય રીતે 5 મિનિટનો હોય છે.
Pic credit - google
છોકરીઓ તેમના શરીર, તેમની વાત કરવાની રીત, વર્તન અને દેખાવના આધારે 'મેન મમ્સ' પસંદ કરે છે. સોદો નક્કી થયા પછી, ગળે લગાવવાનું સ્થળ અને સમય નક્કી કરવામાં આવે છે.