18 june 2025

વસ્તી ગણતરી 2027: પુછાઈ શકે છે આ મહત્વના 6 પ્રશ્નો

આ 6 સવાલ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, પાણી, ગેસ, વાહન અને અનાજને લગતા હશે. 

આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે, જે સામાજિક અને આર્થિક પ્રગતિને માપશે. 

તો ચાલો જાણીએ કે, '2027'ની વસ્તી ગણતરીમાં કયા મહત્ત્વના સવાલો પૂછાઈ શકે છે. 

1. શું તમારા ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન છે?

2. સ્માર્ટફોન છે? જો હા, તો મોબાઈલની માલિકી કોના નામે છે?

3. ઘરની અંદર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો  છે?

4. તમારા ઘરમાં કયા પ્રકારનું ગેસ કનેક્શન છે? 

5. તમારા ઘરમાં કયા વાહનો છે અને તે કોના નામે લીધેલા છે?

6. ઘરમાં તમે કયા પ્રકારના અનાજનો ઉપયોગ કરો છો?