21 June 2025

અહીં દેવી-દેવતા નહીં, પણ બિલાડીની થાય છે પૂજા ! ભગવાનની જેમ પૂજે છે લોકો

Pic credit - google

અત્યાર સુધી તમે મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા વિશે સાંભળ્યું હશે,  પરંતુ શું તમે ક્યારેય કોઈને બિલાડીઓની પૂજા કરતા જોયા છે?

Pic credit - google

નહીં, ને. પણ આવું ખરેખર થઈ રહ્યું છે. દુનિયાની આ જગ્યા છે જ્યાં બિલાડીનું મંદિર આવેલુ છે લોકો તેની દેવી-દેવતાની જેમ જ પૂજા કરે છે

Pic credit - google

અહી બિલાડી ફક્ત પાલતુ પ્રાણી જ નહીં, પણ દેવી પણ છે. અહીંના લોકો મંગમ્મા દેવીના રૂપમાં બિલાડીની પૂજા કરે છે

Pic credit - google

આ મંદિર બીજે ક્યાંય નહીં પણ ભારતમાં જ આવેલું છે. કર્ણાટકના મંડ્યાનું બેક્કલાલે નામનું ગામ છે ત્યાં બિલાડીની પૂજા થાય છે.

Pic credit - google

ઘણા વર્ષો પહેલા, અહીં એક બિલાડીનું મૃત્યું થતા સમાધિ બનાવવામાં આવી હતી, ત્યારબાદ તેને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો

Pic credit - google

હવે દર મંગળવારે અહીં મંદિરમાં એક ખાસ પૂજા કરવામાં આવે છે અને ભક્તો ભક્તિભાવથી દેવી મંગમ્માનાં દર્શન એટલે કે બિલાડીઓના દર્શન કરવા આવે છે.

Pic credit - google

અહીંના લોકો માને છે કે જો કોઈ બિલાડીને દુઃખ પહોંચાડે છે, તો તેના જીવનમાં કંઈક અપ્રિય ઘટના બની શકે છે.

Pic credit - google

આ જ કારણ છે કે જો બિલાડીનું મૃત્યુ થાય છે, તો તેના અંતિમ સંસ્કાર પણ માણસોની જેમ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.

Pic credit - google