જમ્યા પહેલા નહાવું  યોગ્ય કે જમ્યા પછી, ડોક્ટરે જણાવી તમારા કામની વાત

22 April, 2024

કેટલાક લોકોને સવારે નાસ્તો કર્યા બાદ નહાવાની આદત હોય છે.

ત્યારે તમારે પહેલા એ પણ જાણવું જોઈએ કે સવારે નાસ્તો કર્યા બાદ નહાવું યોગ્ય છે કે નહીં?

લોકોના સવાલનો આ જવાબ આપણે આયુર્વેદિક ડૉક્ટર ભાર્ગવ તન્ના પાસે થી જાણીશું.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર સવારે કે સાંજે જમ્યા પછી નહાવું ખરાબ આદત છે. 

જમ્યા પછી આપણાં શરીરની બધી શક્તિ પાચન શક્તિમાં રૂપાંતર થતી હોય છે.

ધારોકે કોઈ પણ અગ્નિ ઉપર પાણી નાખવામાં આવે ત્યારે તે મંદ પડી જય છે.

આ જ રીતે જો જમ્યા પછી શરીર પર પાણી નાખવામાં આવે તો આપણાં શરીરની જઠરાગ્નિ મંદ પડતી હોય છે. 

જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી આ આદત હોય તો તેની પાચન શક્તિ નબળી પડતી જાય છે.

આ નબળાઈને કારણે પાચનતંત્રને લગતા રોગ થાય છે.  

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની સામાન્ય જાણકારીને માટે છે. યોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.