અંબાણીના લગ્નમાં ભારતીય ક્રિકેટરની પત્ની ધનશ્રીએ લૂંટી મહેફિલ

15 July, 2024

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

ધનશ્રીએ તાજેતરમાં જ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં તેના પતિ સાથે હાજરી આપી હતી.

આ દરમિયાન ધનશ્રીએ તેના લુક્સથી શો ચોરી લીધો હતો. તે અપ્સરા જેવી દેખાતી હતી.

ધનશ્રીએ વેડિંગ ફંક્શનમાં ક્રીમ રંગનો લહેંગા પહેર્યો હતો, તો ચહલ પણ ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

ખુલ્લા વાળ અને હેવી જ્વેલરીએ ધનશ્રીના દેખાવમાં ચામ ઉમેર્યો હતો.

ન્યૂડ મેકઅપની સાથે ધનશ્રીએ એક પર્સ પણ રાખ્યું હતું જેણે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ લગ્ન સમારોહમાં હાજરી આપનાર ચહલ અને ધનશ્રીની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

તમને જણાવી દઈએ કે ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર છે. આ કપલે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા.

ધનશ્રી ઘણીવાર સ્ટેડિયમમાં પહોંચીને ચહલ અને તેની ટીમને ચીયર કરતી જોવા મળે છે.