03 june, 2024

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ઈશા અંબાણીની હૃદય સ્પર્શી સ્પીચ

ઇટાલીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે. સેલિબ્રેશનમાં ભાગ લેનાર તમામ સેલેબ્સ હવે ભારત પરત ફરી રહ્યા છે.

અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

ઈશા અંબાણીનો એક વીડિયો પણ ઈવેન્ટમાંથી સામે આવ્યો છે, જેમાં તે ફ્લોય મેક્સી ડ્રેસમાં ભાભી શ્લોકા સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી રહી છે.

તે તેના ભાઈના પ્રી-વેડિંગ ફંક્શનમાં મોટી બહેનની જવાબદારી નિભાવતી જોવા મળી હતી. આ દરમિયાન તેમણે પ્રી-વેડિંગમાં આવેલા મહેમાનોને ભાષણ પણ આપ્યું હતું.

ઈશા અંબાણીએ કહ્યું, 'મને નથી લાગતું કે આવી હોલિડે ક્યારેય થઈ હોય. તો તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમને બધાને ખૂબ પ્રેમ કરીએ છીએ

આપ સૌની હાજરીને કારણે આ ફંકશન ખાસ બન્યું છે. તેથી સૌનો હૃદયપૂર્વક આભાર. ઈશાનું આ ભાષણ લોકોના દિલને સ્પર્શી રહ્યું છે.

ચાહકોનું કહેવું છે કે તે માત્ર પૈસાથી જ અમીર નથી પરંતુ દિલની પણ અમીર છે, જે મહેમાનોને પોતાની વાતથી ખાસ અનુભવ કરાવે છે.