01 Sep 2025

300 % સુધીનું રિટર્ન અને મજબૂત ફંડામેન્ટલ્સ ! આ 3 PSU સ્ટોક્સ પર રોકાણકારોની નજર 

જો તમે પબ્લિક સેક્ટરના સ્ટોક્સમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ 3 સ્ટોક ઉપર તમારે ખાસ નજર રાખવી જોઈએ. 

કયા 3 સ્ટોક?

SBI ભારતની સૌથી મોટી અને સૌથી જૂની જાહેર ક્ષેત્રની બેંક છે. SBIની માર્કેટ કેપ આશરે ₹ 7,99,556 કરોડ છે. 

SBI

SBI ના શેર હાલમાં ₹864 પર ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં 0.97% નો ઘટાડો આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં, બેંકે રોકાણકારોને 363% નું રિટર્ન આપ્યું છે.

363% નું રિટર્ન આપ્યું

NTPC ભારતની સૌથી મોટી પાવર કંપની છે, NTPCની માર્કેટ કેપ આશરે ₹3,30,172 કરોડ છે. નાણાકીય વર્ષ 2023 થી નાણાકીય વર્ષ 2025 સુધી તેનું નાણાકીય પ્રદર્શન મજબૂત રહ્યું છે. 

NTPC

NTPCના શેર ₹340 પર ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં, NTPC એ રોકાણકારોને 296% નું રિટર્ન આપ્યું છે.

296% નું રિટર્ન આપ્યું

ONGC ભારતની સૌથી મોટી સરકારી માલિકીની તેલ અને ગેસ ઉત્પાદન કંપની છે. ONGCની માર્કેટ કેપ આશરે ₹3,06,078 કરોડ છે. 

ONGC

ONGC ના શેર ₹243 પર ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે રોકાણકારોને 260% નું રિટર્ન આપ્યું છે.

260% નું રિટર્ન આપ્યું

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.