રોશની નાદર બની એશિયાની સૌથી અમીર મહિલા 

10 માર્ચ, 2025

રોશની નાદર એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાદરની પુત્રી છે. જે ફક્ત ભારતની જ નહીં પણ એશિયાની સૌથી ધનિક બિઝનેસ વુમન બની ગઈ છે.

તેના પિતાએ તેમનો 47 ટકા હિસ્સો તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને ભેટમાં આપ્યો છે. આ કારણે, રોશની નાદર ભારતમાં ત્રીજા ક્રમના સૌથી ધનિક ભારતીય બની ગયા છે.

આ ઉપરાંત, તે ભારત અને એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ પણ બની ગઈ છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, રોશની વિશ્વની 5મી સૌથી ધનિક મહિલા પણ બની ગઈ છે.

HCL ટેકના સ્થાપક શિવ નાદરે HCL કોર્પોરેશન અને વામા દિલ્હી જેવી પ્રમોટર એન્ટિટીમાં તેમનો 47 ટકા હિસ્સો તેમની પુત્રીને ભેટમાં આપ્યો છે.

એકવાર ગિફ્ટ ડીડ ટ્રાન્સફર પૂર્ણ થઈ જાય, પછી તે HCL કોર્પ અને વામા પર બહુમતી નિયંત્રણ પણ મેળવી શકે છે, જેનાથી HCL ઇન્ફોસિસ્ટમ્સ અને HCLટેકમાં સૌથી મોટી શેરહોલ્ડર બની શકે છે.

હાલમાં, બંને કંપનીઓમાં રોશની નાદરનો કુલ હિસ્સો વધીને 57 ટકાથી વધુ થઈ ગયો છે. અગાઉ, શિવ નાદર 35.9 બિલિયન ડોલર સાથે ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી 88.1 અબજ ડોલરની નેટવર્થ સાથે એશિયા અને ભારતમાં સૌથી ધનિક ભારતીય છે. ત્યારબાદ ગૌતમ અદાણી $68.9 બિલિયન સાથે બીજા સ્થાને છે.