2-3-2024

વનતારામાં હાથીઓને પીરસાય છે 56 ભોગ

Pic - GZRRC

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુ કલ્યાણ માટે વનતારા પ્રોજેકટને લોન્ચ કરવામાં આવ્યો છે.

 જામનગરમાં 300 એકર જમીન પર વનતારા પ્રાઈવેટ ઝૂ બનાવવામાં આવ્યુ છે. હાલમાં વનતારામાં 200 જેટલા ગજરાજ વસવાટ કરે છે.

વનતારામાં 14000 ચોરસ ફૂટથી વધુના વિસ્તારમાં એક ખાસ રસોડું બનાવામાં આવ્યુ છે.

વનતારાના આ રસોડામાં દરોજજનું હજારો કિલો જમવાનું બનાવામાં આવે છે.

હાથીઓ માટે 600 કિલોથી વધારે ખીચડી બનાવવામાં આવે છે. તેમજ હજારો કિલો શાકભાજી પીરસવામાં આવે છે.

ગજરાજ માટે દરરોજ 500 કિલો લાડુ બનાવવામાં આવે છે.  જેમાં રાગી,નારિયેળ સહિતના લાડુનો સમાવેશ હોય છે.

વનતારામાં વર્લ્ડ એલિફન્ટ ડે ના દિવસે હાથીઓને 56 ભોગ પીરસવામાં આવે છે.

હાથીની સંભાળ માટે ગરમ તેલની માલિશથી લઈને સ્પા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચોકલેટ ખાવાના ફાયદા સાંભળીને રહી જશો દંગ