કાળા રંગના આ 7 સુપરફુડનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત
Pic - Freepik
કાળી દ્રાક્ષમાં વધારે માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે. જેનું સેવન કરવાથી કેન્સર, ડાયાબિટીસ,હૃદય રોગનું જોખમ ઓછું થાય છે
કાળા રંગનું લસણ સાદા સફેદ લસણને ઊંચા તાપમાને આથો આપીને બનાવવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને કેન્સર વિરોધી ગુણોને કારણે તેનું સેવન સારું છે.
કાળા તલમાં હાજર આયર્ન, કોપર અને મેંગેનીઝ ઓક્સિજનના પરિભ્રમણ અને મેટાબોલિક રેટને નિયંત્રિત કરે છે.
ચિયા સીડમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઝીંક જેવા ખનિજો હોવાથી શરીર માટે લાભકારક છે.
કાળા અંજીરમાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી પાચનક્રિયા સારી રહે છે.
કાળા ચોખામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આંખોની રોશની સુધારવા માટે સારું છે.
અડદની દાળમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ અને ફોલેટ રહેલુ હોવાથી સ્વાસ્થય માટે લાભકારક છે.
કાળા મરીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )