ઇતિહાસનો સૌથી અમીર ક્રિમિનલ પાબ્લો એસ્કોબાર

15 ફેબ્રુઆરી, 2025

કોલંબિયાના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલો, પરંતુ દુનિયાનો સૌથી મોટો ડ્રગ માફિયા બન્યો.

પાબ્લોએ સગરેટની દાણચોરી, ગાડી ચોરી અને ખોટા ડિપ્લોમા બનાવવાથી ગુનાખોરીની દુનિયામાં પગલાં ભર્યાં.

1970ના દાયકામાં કોકેઈન વેપારમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં આ વેપારનો રાજા બની ગયો.

1980 સુધીમાં પાબ્લો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ થયો, તેની સંપત્તિ 25 અબજ ડોલર સુધી પહોંચી.

1982માં પાબ્લોએ રાજકારણમાં એન્ટ્રી કરી, ગરીબોને મફત ઘરો આપી “મસીહા” તરીકે છબી ઊભી કરી.

જે તેની સામે ગયો, તેણે તેને માર્યો! પાબ્લોએ પોલીસ, ન્યાયાધીશો અને પત્રકારો પણ નિશાન બનાવ્યા.

15 વર્ષની મારિયા વિક્ટોરિયા સાથે લગ્ન, બે બાળકો – જુઆન પાબ્લો (હવે સેબેસ્ટિયન મેરોક્વિન) અને મેન્યુએલા.

1993માં 44મા જન્મદિવસ પછી, સૈન્યએ પાબ્લાને ઘેરી લીધો અને ગોળીબારમાં તેનું મોત થયું.

પાબ્લોની મૌત પછી, દિગ્ગજ કાર્ટેલ તૂટી પડ્યું અને કોલંબિયામાં શાંતિ આવવા લાગી.

પાબ્લો આજે પણ ચર્ચામાં છે, તેનું જીવન અનેક પુસ્તકો અને સિરીઝ માટે પ્રેરણા બની રહ્યું છે.