તેલમાં તળ્યા વગર બનાવી શકાશે સ્વાદિષ્ટ હેલ્ધી સમોસા

22 Aug 2024

દરેક લોકોને આ વાત સાંભળીને આશ્ચર્ય જરૂર થશે કે વગર તેલના સમોસા કેવા બને ?

તો અહીં તમને સમોસા બનાવવાની સંપૂર્ણ રેસીપી આપવામાં આવી છે.

સૌપ્રથમ બટેકા બાફીને તેને મેસ કરી તેમાં જરૂરી મસાલા મિક્સ કરો.

હવે તમારે સમોસા વાળવા માટે લોટ લઈ તેને વણવાનો છે. લોટ સોફ્ટ કરવા તેમાં થોડું દહીં પણ ઉમેરી શકાય. 

હવે લોટને વણીને સમોસાનો આકાર બનાવી તેમા બટેકાનો જે મસાલો બનાવ્યો છે તે અંદર ભરીદો.

અને હવે આ તૈયાર થયેલા કાચા સમોસાને ઓવનમાં શેકવા મૂકી દો. 

આ રીતે તમે તેલ વગર એક દમ સ્વાદિષ્ટ સમોસા બનાવી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે.