કોણ છે જયા કિશોરીની ફેશન ડિઝાઇનર? ક્યાંથી લાવે છે આટલા સુંદર કપડાં?
04 April 2024
(Credit Source : Social media and Instagram)
જયા કિશોરી કથાકાર, ભજન ગાયક, મોટિવેશનલ સ્પિકર છે. તે તેની કથાઓ અને ગીતો માટે જાણીતી છે.
આધ્યાત્મિકતાની ઊંડી સમજ સાથે, જયા કિશોરીએ મોટિવેશનલ સ્પિકર તરીકે પણ ઓળખ મેળવી છે.
જયા કિશોરીને એક મીડિયાને ઈન્ટરવ્યુમાં પુછ્યું કે, 'તમારા ડ્રેસને લઈને છોકરીઓમાં ઘણો રસ છે. તો તમે તેને ક્યાંથી સીવડાવો છો? કોઈ ફિક્સ ડિઝાઈનર છે કે શું તમે જાતે ફેબ્રિક સીવડાવો છો?
આ સવાલ પર જયા કિશોરીએ કહ્યું, 'મારી પાસે 2-3 ડિઝાઈનર ફિક્સ છે જે દિલ્હી, મુંબઈ અને કલકત્તામાં છે.'
'દરેક જગ્યાએ મારા સંબંધીઓ રહે છે, જેમની પાસેથી હું તે જગ્યાએ ડ્રેસ સિલાઇ કરાવું છું. મને સીવડાવેલા કપડાં પહેરવા ગમે છે. મને જાતે ફેબ્રિક પસંદ કરવાનું અને પછી તેને સીવડાવવું પસંદ છે.
'તમે ડિઝાઇનર્સ વિશે વાત કરો છો, ત્યારે મારી સ્ટાઈલ સમજી શકે તેવા ઘણા ઓછાં છે, કારણ કે ફેશન ધીમે-ધીમે બદલાઈ રહી છે.
પોતાની સ્ટાઈલ વિશે વાત કરતાં જયાએ કહ્યું, 'મને કટ લાગેલા કપડાં પહેરવા બિલકુલ પસંદ નથી. મતલબ કે અહીંથી કટ છે, ત્યાંથી કટ છે. આ આજની ફેશન છે. મારા કઝિન્સ પહેરે છે પણ મને અંગત રીતે તે ગમતું નથી.
'જ્યારે હું કોઈપણ દુકાનમાં જાઉં છું અને તેમને મને સાદો અનારકલી સૂટ બતાવવાનું કહું છું, ત્યારે તેઓ ના પાડે છે. તો મને તે દરેક જગ્યાએથી નથી મળતા. તેથી જ હું તેને સિલાઇ કરાવીને પહેરું છું.
'તેથી હું ફેબ્રિક લઉં છું અને ડિઝાઈનર દ્વારા તેને સિલાઇ કરાવું છું. એક બનાવ્યા પછી, તેઓ સમજી જાય છે પછી હું તેમને કહું છું કે 10-15 સૂટ એક જ સાઈઝમાં અને એક જ ડિઝાઇનમાં બનાવી આપો.
'મારી ડિઝાઈન એ જ રહે છે પણ ફેબ્રિક બદલાતું રહે છે.'