03 April 2024

ઉનાળામાં વધારે ચા શા માટે ન પીવી જોઈએ?

Pic credit - Freepik

આજના સમયમાં ચા લોકો માટે એક ટેવ બની ગઈ છે. મોટાભાગે લોકોની સવારની શરૂઆત ચાની ચુસ્કી સાથે થાય છે.

ચા

ઘણા લોકો દિવસમાં વધારે વાર ચા પીવે છે. શિયાળામાં ચાથી નુકસાન નથી થતું પણ ગરમીની સિઝનમાં તેની માત્રા ઓછી કરવી જોઈએ.

ગરમીમાં ચા

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ગરમીમાં વધારે ચા પીવાથી બચવું જોઈએ. કેમ કે આનાથી સ્વાસ્થ્ય સંબંધીત ઘણી સમસ્યા થઈ શકે છે. 

નુકસાન

નિષ્ણાંતો કહે છે કે ચામાં કેફિનની માત્રા વધારે હોય છે, જે શરીરને ડિહાઈડ્રેટ કરી શકે છે.

ડિહાઈડ્રેશન

ચાને વધારે માત્રામાં પીવાથી વારંવાર વોશરુમ જાવું પડે છે. આના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય શકે છે.

વારંવાર વોશરુમ

વધારે ચા પીવાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે અને સ્કીન પણ ડ્રાઈ થતી જાય છે અને બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ન પીવો વધારે ચા

નિષ્ણાંતો કહે છે કે ઉનાળામાં વધારે માત્રામાં ચા પીવાથી માણસ એસિડિટીની સમસ્યાનો શિકાર બની શકે છે.

એસિડિટી

વધારે ચા પીવાથી પેટમાં ગેસ થઈ શકે છે. સાથે બીજી પાચન સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.

ગેસ

 વધારે માત્રામાં ચા પીવાથી ઘણી વાર તણાવ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.

તણાવ

(નોંધ - આ ન્યૂઝ સામાન્ય જાણકારી માટે છે, કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત વિશેષ જાણકારી માટે વિશેષજ્ઞ પાસેથી સલાહ લેવી.)