18 august 2024

ફેટી લીવરને ઠિક કરવા માટે શું ખાવું?

Pic credit - Socialmedia

Pic credit - Socialmedia

અળસીના બીજ પોષક તત્વોનો પાવરહાઉસ છે. તેમાં વિટામિન્સ ખનિજ, ફાઇબર, ઓમેગા -3,6 અને ફેટી એસિડ્સ જેવા ગુણધર્મો છે.

Pic credit - Socialmedia

પોષક તત્વોથી ભરપૂર કેટલાક ખોરાક ખાવાથી લીવરના સ્વાસ્થ્યને વધારવામાં અને ફેટી લિવરને ઠીક કરવામાં મદદ મળે છે. તમે આને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં નાઈટ્રેટ અને પોલિફીનોલ તત્વો હોય છે, જે લીવર એન્ઝાઇમના કાર્યોને સુધારવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

હળદરમાં કર્ક્યુમિન તત્વ હોય છે, જે લીવરમાં રહેલા એન્ઝાઇમ્સને ઘટાડવામાં મદદ કરે છે જે ફેટી લીવરને પ્રોત્સાહન આપે છે. લીવરની તંદુરસ્તી પણ સુધારે છે.

એવોકાડોમાં ભરપૂર માત્રામાં ગ્લુટાથિઓન અને અન્ય પોષક તત્વો હોય છે, જે લીવરમાંથી તમામ ઝેરી તત્વોને દૂર કરવામાં અને લીવરની તંદુરસ્તી સુધારવામાં મદદરૂપ થાય છે.

પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B6, A અને C જેવા પોષક તત્વો કેળામાં મળી આવે છે. તેનું સેવન કરવાથી લીવરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ફેટી લીવરની સમસ્યાથી રાહત મળે છે.

સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે. તેને ખાવાથી લીવરને ડિટોક્સિફાય કરવામાં, ઝેર દૂર કરવામાં અને ફેટી લિવરને મટાડવામાં મદદ મળે છે.