ભોજન પચાવવા માટે શું ખાવું?

22 July, 2024

ખોરાકને યોગ્ય રીતે પચાવવા માટે તમે કેટલીક ખાસ વસ્તુઓનું સેવન  કરી શકો છો.

સફરજનનું સેવન કરવાથી ખોરાક પચવામાં મદદ મળશે. તેમાં જોવા મળતું પેક્ટીન પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી શરીરનું pH લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

ખોરાકને પચાવવા માટે, તમારે ભોજન સાથે અથવા પછી 1 વાટકી દહીં ખાવું જોઈએ. તેના પ્રોબાયોટિક ગુણો પાચનને સ્વસ્થ રાખે છે.

કબજિયાત, અપચો અને ખાટા ઓડકારની સમસ્યાઓથી રાહત મેળવવા માટે, આદુનું સેવન કરો ,તેનાથી પાચનક્રિયા સારી રહે છે.

કેળા ખાવાથી ખોરાક પચવામાં પણ મદદ મળે છે. તેના પ્રીબાયોટિક અને સોલ્યુબલ ફાઈબરના ગુણ તમને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે.

તમારા આહારમાં હિંગનો ઉમેરો કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળી શકે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટ  ગુણોથી ભરપૂર છે.

ખોરાકને પચાવવા માટે તમારે આમળાની ચટણી, મુરબ્બા, અથાણું, જ્યુસ, કેન્ડી વગેરેનું સેવન કરવું જોઈએ. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.