અનંતના લગ્નના એક સપ્તાહ બાદ મુકેશ અંબાણીએ ગુમાવ્યા 56,799 કરોડ રૂપિયા

21 July, 2024

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈના BKCમાં થયા હતા.

12 જુલાઈથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 2.63 ટકાનો ઘટાડો થયો છે.

શુક્રવારે શેરબજાર બંધ થયું ત્યારે BSE પર રિલાયન્સના શેરની કિંમત 3109.50 રૂપિયા હતી.

જ્યારે 12 જુલાઈના રોજ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 3193.45 રૂપિયા હતી.

શેરોમાં ઘટાડાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂપિયા 56,799.01 કરોડનું નુકસાન થયું છે.

આ ઘટાડાને કારણે દેશની સૌથી મોટી કંપનીનું માર્કેટ કેપ 21,03,829.74 કરોડ રૂપિયા રહ્યું.

જ્યારે 12 જુલાઈના રોજ શેરબજાર બંધ થયું ત્યારે રિલાયન્સનો એમકેપ રૂપિયા 21,60,628.75 કરોડ હતો.