ગરમીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે. ગુજરાતમાં હાલ 42 થી લઇને 45-46 ડિગ્રી સુધી ગરમી અનુભવાઇ રહી છે. રાજસ્થાનનું બાડમેર 49 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું
ઉનાળામાં વધતો જતો પારો જોઈને પ્રશ્ન થાય છે કે માનવ શરીર કેટલું તાપમાન સહન કરી શકે છે
માનવ શરીર કેટલું તાપમાનને સહન કરી શકે છે તેનો જવાબ શોધવા માટે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જે ફિઝિયોલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો
જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે માનવ શરીર 40 થી 50 ડિગ્રી સુધીના તાપમાનને સહન કરી શકે છે. જો તે આનાથી વધી જાય તો સ્થિતિ વધુ ખરાબ થાય છે
ફિઝિયોલોજી જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તાપમાન 50 ડિગ્રીથી વધુ થઈ જાય છે ત્યારે શરીરનું તાપમાન વધવા લાગે છે
શરીરનું તાપમાન વધવાથી ચક્કર આવવા, માંસપેશીઓમાં ખેંચાણ ઉપરાંત હૃદય, લીવર અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે
જો તાપમાન વધે છે અને શરીર તેના માટે તૈયાર નથી, તો મૃત્યુ થવાની સંભાવના છે
ગરમીથી બચવા માટે હંમેશા શરીરને હાઇડ્રેટ રાખો, પાણી અને પ્રવાહીનું સતત સેવન કરો