13 september 2025

દરરોજ રાત્રે કરો આ 3 કામ, ઘરના ધન-ધાન્યમાં થશે વધારો

Pic credit - wHISK

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ, સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઘણા ઉપાયો છે. એવું માનવામાં આવે છે કે આને અપનાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

Pic credit - wHISK

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો દરરોજ રાત્રે સૂતા પહેલા કેટલાક ખાસ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી

Pic credit - wHISK

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે 3 કામ જે દરેક વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા કરવા જોઈએ.

Pic credit - wHISK

મુખ્ય દરવાજાને ઘરમાં સકારાત્મક ઉર્જા અને દેવી લક્ષ્મીના પ્રવેશનો માર્ગ માનવામાં આવે છે.

Pic credit - wHISK

આથી રાત્રે સૂતા પહેલા ઘરના મુખ્ય દરવાજા અને તેની આસપાસના વિસ્તારને સારી રીતે સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Pic credit - wHISK

એવું માનવામાં આવે છે કે જો મુખ્ય દરવાજા પાસે ગંદકી કે કચરો પડેલો હોય તો દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં પ્રવેશ કરતી નથી.

Pic credit - wHISK

મંદિરમાં સવારની પૂજામાં ચઢાવેલા ફૂલો રાતે કાઢી નાખવા જોઈએ, તેમજ પાણી સાંજે બદલવુ જોઈએ, આમ કરવાથી ઘરમાં પવિત્રતા રહે છે અને દેવી-દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Pic credit - wHISK

વાસ્તુશાસ્ત્ર મુજબ રાતે સૂતા પહેલા ઘરમાં લવિંગ બાળવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધન-ધાન્યમાં વધારો થાય છે. ઉપરાંત, ઘરમાં સુખ-શાંતિ રહે છે.

Pic credit - wHISK

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - wHISK