દીકરીનો આવો ગૃહપ્રવેશ જોયો છે ? 

09 ડિસેમ્બર, 2024

સમાજમાં કેટલીક એવી ઘટનાઓ પણ બને છે જેમાં નવજાત બાળકીઓને કચરાપેટીમાં તરછોડી દેવાના બનાવો સામે આવે છે.

આવા બનાવોની સામે દીકરીનું મહત્વ સમજાવતા દાખલારૂપ દ્રશ્યો સામે આવ્યા છે.

નવસારીના આ દ્રશ્યો છે, જેમાં ડીજે અને ફટાકડા સાથે દીકરીના જન્મ બાદ તેને ગૃહપ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલથી દીકરીને ઘરે લાવતી વખતે ઘરની ગાડી શણગારવામાં આવી હતી.

હોસ્પિટલથી ઘર સુધી ડીજેના તાલે દીકરીને ઘર સુધી લાવવામાં આવી.

ગૃહપ્રવેશ દરમ્યાન ઘર સજાવવામાં આવ્યું, અને ધામધૂમ થી આ મોટો પર્વ હોય તેવી રીતે ઉજવણી કરવામાં આવી હતી.