નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ મોદી 3.0 કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે.
22 July, 2024
બજેટ 2024માં સરકારનું ધ્યાન સંપૂર્ણપણે અર્થતંત્રને આગળ લઈ જવા પર છે. ઉપરાંત ટેક્સ અંગે પણ રાહત આપવામાં આવી હતી.
બજેટમાં મોટી જાહેરાતોને કારણે ઘણી વસ્તુઓને અસર થઈ છે.
સોનું અને ચાંદી સસ્તા થયા છે, આયાતી જ્વેલરી, પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યુટી ઘટી છે, કેન્સરની દવાઓ, મોબાઈલ ચાર્જર, માછલીનો ખોરાક અને ચામડાની વસ્તુઓ સસ્તી થઈ છે.
આ સિવાય સોલાર પેનલ, પેટ્રોકેમિકલ્સ અને પીવીસી ફ્લેક્સ બેનર પણ સસ્તા થયા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને વાર્ષિક 75000 રૂપિયા કરી દીધી છે.
નવા ટેક્સ રીજીમમાં ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 15 લાખની વાર્ષિક આવક પર 20 ટકા ટેક્સ લાગશે.
જ્યારે 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
જ્યારે 7.75 લાખની વાર્ષિક આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.