ક્યારે અને શા માટે કરવામાં આવે છે ઉંધો સાથિયો?

28 Jan 2025

સનાતન ધર્મમાં સાથિયાનું ચિહ્ન પ્રાચીન સમયથી શુભ માનવામાં આવે છે. ભારતમાં ધાર્મિક કાર્યો, પૂજા, અને તંત્ર-મંત્રમાં વિશેષ સ્થાન ધરાવે છે. 

સામાન્ય સ્વસ્તિકનું ચિહ્ન જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ઉલટો સાથિયો કરવા પાછળ અનેક માન્યતાઓ રહેલી છે. 

ઉંધો સાથિયો મોટાભાગે કોઈ ખાસ પ્રસંગે અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. મોટાભાગે લોકો માનતા સ્વરૂપે ઉંધા સાથિયાનો પ્રયોગ કરે છે. 

ભારતના અનેક મંદિરોમાં ભાવિકો મનોકામના પૂર્ણ કરવા માટે ઉંધો સાથિયો કરે છે અને મનોકામના પૂર્ણ થયા બાદ સકારાત્મક પ્રભાવ અનુભવે છે.

ઉંધો સાથિયો કર્યા બાદ લોકો સકારાત્મક પ્રભાવ અનુભવે છે.

ઉંધો સાથિયો બનાવવાની પરંપરા મુખ્યત્વે એવા સ્થાનો સાથે છે જ્યાં લોકો તેમની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. 

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ તીર્થ સ્થળ, મંદિર કે અન્ય પવિત્ર સ્થાન પર જાય છે અને ત્યાં ઉલટો સાથિયો બનાવે છે તો એ વાતનો સંકેત કરે છે કે તેમની મનોકામના કે સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની પ્રાર્થના છે. 

એવુ પણ મનાય છે કે ઉંધો સાથિયો બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઈચ્છાઓની પૂર્તિ થાય છે. 

સ્વસ્તિકનું ઊંધું સ્વરૂપ ખાસ કરીને ત્યારે બને છે જ્યારે વ્યક્તિ કોઈ ખાસ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરી રહી હોય. જ્યારે કોઈ વ્યક્તિ, તેની ઇચ્છા પૂર્ણ થયા પછી, તે જ સ્થાને પાછો આવે છે અને સ્વસ્તિક દોરે છે, ત્યારે તે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રક્રિયા માનવામાં આવે છે.

ઉંધો સાથિયો હંમેશા એ જગ્યાએ જ દોરવો જોઈએ જ્યાં તેને ધાર્મિક માન્યતા હોય. ઘરમાં ઉંધો સાથિયો કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળતુ નથી અને તેને શુભ ગણવામાં આવતુ નથી.

સ્વસ્તિક હંમેશા સુંદર અને સ્વચ્છ બનાવવો જોઈએ. જેથાી તેની હકારાત્મક અસર રહે.