એક ટૂથબ્રશથી કેટલા દિવસ દાંત સાફ કરવા જોઈએ? 

10 Aug 2024

આપણે બધા આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ. જેના માટે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારું ટૂથબ્રશ કેટલી વાર વાપર્યા બાદ બદલવું જોઈએ?

સામાન્ય રીતે લોકો બ્રશને નુકસાન ન થાય ત્યાં સુધી તેને બદલતા નથી, પરંતુ આવું કરવું યોગ્ય નથી.

દંત ચિકિત્સકોના જણાવ્યા મુજબ, તેઓ તમને દર 3-4 મહિને તમારું બ્રશ બદલવાની સલાહ આપે છે.

કારણ કે લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ કરવાથી પેઢાના રોગ થઈ શકે છે.

સારા સ્વાસ્થ્ય માટે, તમારે તમારા ટૂથબ્રશને સમયાંતરે બદલતા રહેવું જોઈએ.

ઘસાઈ ગયેલા બ્રશ દાંતને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી. જેના કારણે મોઢા માંથી દુર્ગંધ આવવા લાગે છે.

All Image - Cnava