મરી અને ઘી એકસાથે ખાવાના છે ગજબના 5 ફાયદા

08 Aug 2024

મરી અને ઘી એકસાથે ખાવાથી ફાયદો થાય છે. મરી અને ઘીમાં રહેલા પોષક તત્વો શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર, 'મરી અને ઘીમાં વિટામિન સી, કેલ્શિયમ, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને બીટા કેરોટિન જેવા ગુણો જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં અને હાડકા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.'

મરી અને ઘી હૃદય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તેમજ તેનું સેવન કરવાથી હૃદયમાં લોહીનો પ્રવાહ સુધરે છે.

મરી અને ઘી એકસાથે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

મરી અને ઘી એકસાથે ખાવાથી પેટ માટે લાભ થાય છે. તેના સેવનથી પેટ સાફ થાય છે. સાથે જ તે કબજિયાત, અપચો અને ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે.

મરી અને ઘી સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં મદદ કરે છે. તેમજ આ મિશ્રણને સાંધા પર લગાવવાથી સોજો ઓછો થાય છે.

મરી અને ઘીનું મિશ્રણ આંખો માટે ફાયદાકારક છે. આ માટે કાળા મરીને ઘીમાં પલાળીને તળિયા પર લગાવો. તેનાથી આંખોની રોશની સુધરશે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.