સવારે ખાલી પેટ ખાવા જોઈએ આ ફળ, એનર્જીથી લઈને સ્કિન માટે પણ બેસ્ટ
Courtesy : socialmedia
સવારે ખાલી પેટ ફળ ખાવાથી શરીરને ભરપૂર વિટામિન અને પોષણ મળે છે
Courtesy : socialmedia
દરરોજ એક સફરજન ખાવું જોઈએ. સફરજનમાં પેક્ટીનનું પ્રમાણ વધુ હોય છે.જે ફાઇબરનો એક પ્રકાર છે જે પાચનમાં મદદ કરે છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Courtesy : socialmedia
પપૈયામાં ભરપૂર માત્રામાં પપૈન અને કાઈમોપાપેઈન જેવા એન્ઝાઇમ હોય છે. આ ઉત્સેચકો પાચન સુધારવા અને કબજિયાત અટકાવવા માટે મદદ કરે છે અને સ્કીન પણ ચમકાવે છે
Courtesy : socialmedia
સવારે તરબૂચ ખાવાથી તમારુ શરીર હાઇડ્રેટેડ રહે છે અને તમે ડિહાઈડ્રેસનનો શિકાર થતા બચો છો કારણ કે તેમાં 92% પાણી હોય છે.
Courtesy : socialmedia
સવારે કેળા ખાવાથી શરીરમાં એનર્જી બની રહે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ અને કુદરતી શર્કરા વધુ હોય છે. તેમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે.
Courtesy : socialmedia
જામફળ ચયાપચયને વધારે છે તેમાં પ્રોટીન, વિટામિન અને હાઈ ફાઇબર હોય છે જે ખાધા પછી પેટ ભરાઈ જાય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
Courtesy : socialmedia
નારગી વિટામીન સીથી ભરપુર હોય છે જે સવારે ખાલી પેટ ખાવાથી સ્કિન અને વાળ સારા થાય છે
Courtesy : socialmedia
બ્લુબેરી વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે ચયાપચયમાં સુધારો કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે