21 june, 2024

સવારે ભૂખ્યા પેટે આ 3 વસ્તુનો ઉપયોગ ટાળવા આયુર્વેદની સલાહ

જો લોકોએ સ્વસ્થ રહેવું હોય તો તેમની દિનચર્યા સુધારવી ખૂબ જરૂરી છે.

હાલમાં લોકો ઊઠતાની સાથે જ અનેક એવા કાર્યો કરે છે જે સીધી તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે.

ત્યારે આયુર્વેદ તબીબ ડો ભાર્ગવ તન્ના દ્વારા જણાવ્યા અનુસાર વ્યક્તિએ સવારે ઊઠતાની સાથે આ 3 ત્રણ કાર્ય ક્યારેય ન કરવા જોઈએ.

આજકાલ ઘણાબધા લોકો સવારમાં ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે લીંબુના રસનું સેવન કરે છે.

આનાથી વજન ઘટવામાં કોઈ ફરક પડતો નથી પરંતુ લીંબુમાં રહેલું એસિડ તમારા શરીરમાં એસિડિટી કરે છે.

લસણ ઉષ્ણ પ્રકૃતિ વાળું હોવાથી જો ભૂખ્યા પેટે લસણનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરમાં ધીમે ધીમે પીત વધારે છે.

ત્રીજું છે આદુવાળી ચા જે ઘણા લોકો સવારે ઊઠવાની સાથે જ પીવાનું પસંદ કરતાં હોય છે. 

ચા પોતે જ ઉષ્ણ પ્રકૃતિ વાળી છે, અને તેમાં જો આદું ઉમેરવામાં આવે તો તેની ઉષ્ણતામાં વધારો થાય છે.

લોકો સવારે ભૂખ્યા પેટે આદું વાળી ચા પિતા હોય છે જેને કારણે શરીરમાં હાઇપર એસિડિટી થાય છે.

All Photos - Canva