25/1/2024

શિયાળામાં લસણ ખાવું શરીર માટે છે ફાયદાકારક, જાણો ફાયદા 

Pic - social media

લસણ દરેક ઋતુમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેના ગરમ સ્વભાવને કારણે શિયાળામાં તેનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે

Pic - social media

લસણનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, વજન ઘટાડવું, રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરુપ છે.

Pic - social media

લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો તેમજ મેંગેનીઝ, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે

Pic - social media

 લસણ પાચન સુધારવામાં મદદરૂપ છે. ગેસ જેવી સમસ્યામાં પણ રાહત આપે છે

Pic - social media

આટલું જ નહીં, કેટલાક અભ્યાસોએ એ પણ સાબિત કર્યું છે કે લસણ કેન્સર જેવી ભયંકર બીમારી સામે લડવામાં પણ મદદ કરી શકે છે.

Pic - social media

લસણમાં એલિસિન નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હ્રદય રોગનો ખતરો દૂર થશે.

Pic - social media

શિયાળાની ઋતુમાં લસણનું સેવન શરદી, ઉધરસ, અસ્થમા, ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓની સારવારમાં મદદરૂપ સાબિત થાય છે

Pic - social media

દાંતના દુખાવામાં લસણ ખૂબ જ ફાયદાકારક છે. શેકેલા લસણનું સેવન કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે

Pic - social media