19 April 2025

દુનિયાનો એ દેશ જ્યાં મૃત લોકોના થાય છે લગ્ન !

Pic credit - google

દરેક જગ્યાએ લગ્નને લઈને અલગ અલગ પરંપરાઓ હોય છે. આજે અમે તમને એક એવી પરંપરા વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.

Pic credit - google

આ છે મૃત લોકોના લગ્ન કરાવવાની પરંપરા, આ લગભગ 3000 વર્ષથી એક દેશમાં ચાલી રહ્યું છે

Pic credit - google

આ પરંપરા આપણા પાડોશી દેશ ચીનમાં કરવામાં આવે છે, જેને Ghost Wedding કહેવામાં આવે છે.

Pic credit - google

આ પરંપરા હેઠળ, અપરિણીત મૃત લોકોના લગ્ન કરવામાં આવે છે અને આ લગ્નમાં લેન-દેનનો પણ રિવાજ હોય છે.

Pic credit - google

આમાં, એક અપરિણીત મૃત પુરુષના લગ્ન એક અપરિણીત મૃત સ્ત્રી સાથે થાય છે.

Pic credit - google

એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી લોકો એકલા ન રહે તે માટે આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

Pic credit - google

આવું કરવાનું બીજું એક કારણ છે, કોઈ પરિવારનો મોટો દીકરો લગ્ન કર્યા વગર મૃત્યુ પામે છે, તો નાના પુત્રના લગ્ન થઈ શકતા નથી

Pic credit - google

આથી મૃત પુત્રના લગ્ન પહેલા કરવામાં આવે છે. જેમ લગ્ન પહેલાં કુંડળી જોવામાં આવે છે, તેવી જ રીતે મૃતક વ્યક્તિની પણ લગ્ન પહેલા કુંડળી જોવાય છે.

Pic credit - google

જ્યારે બે મૃત લોકોના લગ્ન થાય છે, ત્યારે તેમને તેમની અલગ કબરોમાંથી બહાર કાઢીને એક જ કબરમાં મૂકવામાં આવે છે.

Pic credit - google