ચા પીવા અને વેચવામાં ભારત ઘણું પાછળ !

21 Aug 2024

ભારતમાં ચાને સૌથી પ્રિય પીણું માનવામાં આવે છે. ચા એ લોકોની દિનચર્યાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

જો આપણે ભારતમાં ચા પીનારાઓના આંકડા પર નજર કરીએ તો, ભારત ચાની બાબતમાં વિશ્વના અન્ય ઘણા દેશો કરતા પાછળ છે.

આંકડા મુજબ, ચાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના પડોશી દેશ ચીનમાં થાય છે. ચીનમાં માત્ર ચાનું જ સૌથી વધુ ઉત્પાદન થતું નથી પરંતુ તેનો વપરાશ પણ સૌથી વધુ છે.

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ચીનનું ચાનું બજાર અંદાજે 111 અબજ ડોલરનું હશે.

ચાના ઉત્પાદન અને વપરાશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતમાં ચાનું બજાર 16.6 અબજ ડોલરનું છે.

ચીન અને ભારત પછી ચાનું બજાર જાપાન, અમેરિકા અને બ્રાઝિલમાં સૌથી મોટું છે.

જાપાનમાં 16 બિલિયન ડૉલર, યુએસમાં 14 બિલિયન ડૉલર અને બ્રાઝિલમાં 13 બિલિયન ડૉલરનું માર્કેટ છે.