26  January 2024

Photo : Social Media

હવે તમારા હાથમાં હશે ટાટાનો iPhone, મળી ગઈ મંજૂરી

Photo : Social Media

હવે ભારતના લોકો દેશી iPhone મેળવી શકશે. દેશની દિગ્ગજ કંપની ટાટાને તેની મંજૂરી મળી ગઈ છે.

Photo : Social Media

આ રીતે દેશમાં આઈફોન બનાવવાનું ટાટાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. દેશના કોમ્પિટિશન કમિશન (CCI) એ આ ડીલને લીલી ઝંડી આપી દીધી છે.

Photo : Social Media

ટાટા ગ્રુપ કર્ણાટકમાં આઇફોન એસેમ્બલી કંપની વિસ્ટ્રોનનું એક યુનિટ હસ્તગત કરવાની પ્રક્રિયામાં હતું.

Photo : Social Media

ટાટાનો આ સોદો લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. હવે કંપનીને ભારતમાં આઈફોન બનાવવાની લીલી ઝંડી મળી ગઈ છે.

Photo : Social Media

CCIની મંજૂરી બાદ હવે ટાટા માટે ભારતમાં iPhone બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

Photo : Social Media

ટાટાએ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે $125 મિલિયનમાં વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખરીદ્યો હતો.

Photo : Social Media

આ ડીલ પૂર્ણ થયા બાદ આ પ્લાન્ટમાં હજારો લોકો માટે રોજગારની તકો પણ ખુલશે. કંપની લગભગ 2800 લોકોને નોકરી આપવાનું આયોજન કરી રહી છે.

Photo : Social Media

ટાટા આ પ્લાન્ટની ક્ષમતા વધારવાની પણ યોજના ધરાવે છે. જેથી પ્રોડક્શનનું કામ વહેલી તકે પૂર્ણ કરી શકાય.