તાપસી પન્નુએ બોયફ્રેન્ડ સાથે ચોરીછુપે કરી લીધા લગ્ન, મિત્રોએ શેર કર્યા ફોટા

25 March, 2024 

Image - Socialmedia

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ Mathias Boe સાથે લગ્ન કરી લીધા છે

Image - Socialmedia

તાપસી અને Mathias એ 23 માર્ચે ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા.

Image - Socialmedia

તાપસી અને Mathias Boeના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને વર-કન્યાના નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.

Image - Socialmedia

સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, તાપસી ટૂંક સમયમાં મુંબઈમાં મિત્રો અને ઈન્ડસ્ટ્રીના લોકો માટે લગ્નની પાર્ટીનું આયોજન કરશે.

Image - Socialmedia

તાપસીના લગ્નમાં ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને ફેમસ પ્રોડ્યુસર કનિકા ઢિલ્લોન પણ સામેલ થયા હતા.

Image - Socialmedia

કનિકાએ લગ્નની તેની ઘણી તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જેમાં તેણે #MereYaarKiShaadi પણ લખ્યું છે. 

Image - Socialmedia

ફિલ્મ 'થપ્પડ'માં તાપસી સાથે કામ કરનાર અભિનેતા પાવેલ ગુલાટીએ પણ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર લગ્નની ઉજવણીની ઘણી તસવીરો શેર કરી છે.

Image - Socialmedia

કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો તાપસી અને Mathias Boe લગ્નની છે. કોમેન્ટ સેક્શનમાં કેટલાક લોકો તાપસીના બોયફ્રેન્ડ મેથિયાસ બોને પણ ટેગ કરી રહ્યા છે 

Image - Socialmedia

તમને જણાવી દઈએ કે તાપસી અને મથિયાસ છેલ્લા 10 વર્ષથી રિલેશનમાં છે. 

Image - Socialmedia

તાપસીના લગ્નના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ છે. જો કે અભિનેત્રીએ હજુ લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી.

Image - Socialmedia