સુરતના સરથાણા નેચરપાર્કમાં છે આવા પ્રાણીઓ

06 ડિસેમ્બર, 2024

ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે.

પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે.

હાલમાં આ ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે.

જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ જોવા મળે છે.

આ સાથે અન્ય 27 પ્રજાતિના 294  પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલ સામેલ છે.

આ સરથાણા નેચર પાર્કની ત્રણ વર્ષમાં 25 લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી.

વર્ષ 2024માં 6.22 લાખની મુલાકાત લીધી હતી.

પ્રવાસીઓને કારણે પાર્કને કુલ 1.74 કરોડની આવક થઈ હતી.

ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ખૂબ જ મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો હતો.