જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

27-3-2024

Pic - Freepik

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. તેનાથી બચવા માટે કૂલર કે એસીનો ઉપયોગ કરે છે

ઘણી વાર જૂનું કૂલર ઠંડી હવા આપતુ નથી.ત્યારે તમે આ રીતે કૂલરનું ધ્યાન રાખવુ જોઈએ.

કૂલર નવુ હોય કે જૂનું તેને ખુલ્લી જગ્યામાં રાખવુ જોઈએ. જેથી તે ઠંડી હવા આપશે.

ઘરમાં ખુલ્લી જગ્યા પર કુલરમાં રાખવામાં આવે છે. તે જગ્યા પર સૂર્ય પ્રકાશ ન હોવો જોઈએ.

ઘણા ઘરોમાં કુલર છે પણ વેન્ટિલેશન નથી. કુલરની હવા ત્યારે જ ઠંડી બને છે જ્યારે તેમાં રૂમમાંથી બહાર નીકળવાની જગ્યા હોય

કૂલરની જાળીમાં વપરાતા ઘાસમાં ધીમે ધીમે ધૂળ જમા થાય છે. ક્યારેક પાણી પણ થીજી જાય છે. જેના કારણે હવાના પ્રવાહનો માર્ગ અવરોધાય છે.

એક સિઝનમાં બે વાર ઘાસ બદલો તેમજ ઘાસ વચ્ચે અંતર રાખવુ જરુરી છે.

કૂલરમાં વપરાતા પાણીના પંપમાંથી પાણીનો પ્રવાહ યોગ્ય છે કે નહીં. આ વાત પણ ધ્યાનમાં રાખો.