વિશ્વના સૌથી મોટા ઘરમાં કોણ રહે છે?

18 Aug 2024

દુનિયામાં ઘણા અમીર લોકો છે. આ અમીરોએ પોતાના માટે ભવ્ય આલીશાન ઘરો પણ બનાવ્યા છે જે જોવા લાયક છે.

શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું ઘર ક્યાં છે અને તેમાં કોણ રહે છે?  

બ્રુનેઈની રાજધાનીથી દક્ષિણ-પશ્ચિમમાં થોડા કિલોમીટર દૂર સ્થિત ઈસ્તાના નુરુલ ઈમાન સૌથી મોટા ઘર હોવાનો રેકોર્ડ ધરાવે છે.

ઈસ્તાના નુરુલ ઈમાનનો અર્થ થાય છે આસ્થાના પ્રકાશનો મહેલ. આ મહેલ બે વર્ષમાં બનીને તૈયાર થયો હતો.

ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસ એ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાનું સત્તાવાર નિવાસસ્થાન છે. આ મહેલ બ્રુનેઈ નદીના કિનારે આવેલો છે.

એક રિપોર્ટ અનુસાર, ઈસ્તાના નુરુલ ઈમાન મહેલ 2,152,782 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

આ વિશાળ શાહી નિવાસ વર્સેલ્સ પેલેસ અને બકિંગહામ પેલેસ કરતાં અનેક ગણું મોટું છે. તેને બનાવવામાં 1 અબજ ડોલરથી વધુનો ખર્ચ થયો હતો.