17 October 2025

રોકાણકારોમાં ઉત્સાહ ! આઇટીની અગ્રણી કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી

આઇટીની અગ્રણી કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. 

પરિણામો જાહેર કર્યા

બીજું કે, કંપનીએ તેના રોકાણકારો માટે ખાસ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. 

રોકાણકારો માટે ખુશખબર

કંપનીએ તેની બોર્ડ મીટિંગમાં જાહેરાત કરી હતી કે, રોકાણકારો માટે પ્રતિ ઇક્વિટી શેર ₹23 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

કેટલા રૂપિયાનું ડિવિડન્ડ?

કંપનીએ 27 ઓક્ટોબર, 2025 ને ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આનો અર્થ એ છે કે, રેકોર્ડ તારીખના એક દિવસ પહેલા સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારો જ આ ડિવિડન્ડ માટે પાત્ર રહેશે.

રેકોર્ડ ડેટ કઈ?

કંપનીએ જણાવ્યું છે કે, '7 નવેમ્બર, 2025' પેમેન્ટની તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે.

પેમેન્ટની તારીખ કઈ?

ઇન્ફોસિસે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો ₹7,360 કરોડ હતો, જ્યારે કંપનીની આવક ₹44,490 કરોડ હતી.

ઇન્ફોસિસ આપશે 'ડિવિડન્ડ'

Infosys Ltdના શેર હાલમાં ₹ 1,443 ના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીનો 52 સપ્તાહનો High ₹2,006.80 અને Low ₹1,307.10 છે. 

શેરનો ભાવ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો