અંબાણીએ બે અઠવાડિયામાં કરી 62,046 કરોડ રૂપિયાની કમાણી

08 ડિસેમ્બર, 2024

છેલ્લા બે અઠવાડિયાથી મુકેશ અંબાણીની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જોરદાર નફો કરી રહી છે.

લગભગ બે અઠવાડિયા પહેલા મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર રૂ. 1,265.95ના ભાવે જોવા મળ્યા હતા.

જે બાદ શુક્રવારે દેશની સૌથી મોટી કંપનીના શેર 1,311.80 રૂપિયા પર આવ્યા હતા.

મતલબ કે દેશની સૌથી મોટી કંપનીના શેરમાં 45.85 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

મતલબ કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે રોકાણકારોને 3.62 ટકા વળતર આપ્યું છે.

બે સપ્તાહમાં કંપનીના શેરમાં થયેલા વધારાને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 62,045.93 કરોડ વધ્યું હતું.

2 થી 6 ડિસેમ્બરની વચ્ચેના 5 ટ્રેડિંગ દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં રૂ. 26,185.14 કરોડનો વધારો થયો છે.

25 અને 29 નવેમ્બરની વચ્ચેના 5 ટ્રેડિંગ દિવસોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમકેપમાં રૂ. 35,860.79 કરોડનો વધારો થયો છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.