03 December 2025

આગામી વર્ષ 2026 માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? આ 3 સ્ટોક તમારા માટે જ છે

જો તમે આગામી વર્ષ 2026 માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને ઓછી કિંમતના મજબૂત સ્ટોક્સ શોધી રહ્યા છો, તો આ પેની સ્ટોક્સ તમારા પોર્ટફોલિયો માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે. 

બિઝનેસ સ્ટોક્સ

પેની સ્ટોક્સને સામાન્ય રીતે જોખમી ગણવામાં આવે છે પરંતુ આમાંની કેટલીક કંપનીઓ મજબૂત ફાઇનાન્સ, સ્થિર બિઝનેસ મોડેલ અને સતત ગ્રોથ દર્શાવી રહી છે.

પેની સ્ટોક્સ

આવા શેરો આગામી વર્ષમાં શ્રેષ્ઠ રિટર્ન આપી શકે છે. સરળ રીતે કહીએ તો, તમે વર્ષ 2026 ની વોચલિસ્ટમાં આ 3 શેર ઉમેરી શકો છો.

વર્ષ 2026 ની વોચલિસ્ટ

Sagility હેલ્થકેર સેક્ટરને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ અને રેવન્યુ સાયકલ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડે છે. કંપનીના ગ્રાહકો મોટાભાગે યુએસના પેયર્સ અને પ્રોવાઈડર્સ છે. 

Sagility

નાણાકીય વર્ષ 2025 માં, કંપનીની આવકમાં 17% થી વધુનો વધારો થયો હતો, જ્યારે ચોખ્ખો નફો 37% વધ્યો હતો. બુધવારે, તેના શેર 1.46% વધીને ₹50 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

કંપનીની આવક વધી

'NTPC Green Energy' રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. નાણાકીય વર્ષ 2025 માં, કંપનીની આવકમાં 12.6 ટકાનો વધારો થયો અને ચોખ્ખો નફો 38 ટકા થયો. બુધવારે તેના શેર 1.24 ટકા ઘટીને ₹91.8 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

NTPC Green Energy

BCL ઇન્ડસ્ટ્રીઝ ઇથેનોલ, બાયોફ્યુઅલ અને ખાદ્ય તેલના વ્યવસાયમાં સક્રિય છે. નાણાકીય વર્ષ 2025 માં કંપનીએ આવકમાં 32% અને ચોખ્ખા નફામાં 7% થી વધુની વૃદ્ધિ દર્શાવી છે. બુધવારે તેના શેર 0.37 ટકા વધીને ₹32.4 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

BCL ઇન્ડસ્ટ્રીઝ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો