3 February 2025

ભારતની એ જગ્યા જ્યાં લગ્ન બાદ વરરાજા સાસરીમાં ઘર જમાઈ બનીને રહે છે !

Pic credit - Meta AI

લગ્ન પછી દીકરી પોતાનું ઘર છોડીને સાસરે જાય છે. પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં લગ્ન પછી વરરાજા તેના સાસરે જઈને રહે છે.

Pic credit - Meta AI

પહેલીવાર સાંભળીને તમને પણ નવાઈ લાગશે પણ તે એકદમ સાચી વાત છે. જેને જમાઈઓનું ગામ કહેવામાં આવે છે.

Pic credit - Meta AI

તે ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલું બાગપત ગામ છે આ ગામમાં વરરાજાને ઘર જમાઈ તરીકે રહેવું પડે છે.

Pic credit - Meta AI

અહીં એક કોલોની છે જ્યાં લગ્ન બાદ વરરાજાએ સાસરીમાં રહેવું પડે છે અને યોગ્ય નોકરી ધંધો શોધવો પડે છે 

Pic credit - Meta AI

જેના કારણે આ જગ્યાનું નામ જમાઈપુરા પડ્યું છે. નગરપાલિકાએ તેનું નામ બદલીને પ્રેમપુરી રાખ્યું પરંતુ લોકો તેને જમાઈપુરાથી જ ઓળખે છે.

Pic credit - Meta AI

મળતી માહિતી મુજબ, આ ગામની કોલોનીમાં શરૂઆતમાં ચાર પરિવારો વસ્યા હતા, જ્યાં હવે લગભગ 500 પરિવારો રહે છે

Pic credit - Meta AI

આ મુસ્લિમ વસ્તીની કોલોની છે જ્યાં બહારથી લોકો આવીને વસ્યા હતા

Pic credit - Meta AI

આ સિવાય રાજસ્થાનના કેલવાડા કિશનગંજ તાલુકામાં પણ એક ગામ આવેલું છે જ્યાં જમાઈ સાસરીમાં રહે છે તે પણ જમાઈપુરા તરીકે ઓળખાય છે

Pic credit - Meta AI